Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ખૈબર પખ્તુનખ્વામાં પિકનિક દરમિયાન ફાયરિંગ, 7 લોકોના મોત

August 18, 2025

ટાંડા ડેમ પાસે 7 લોકો પિકનિક મનાવી રહ્યા હતા. ત્યારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. અને આ હત્યાકાંડમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. બધા મૃતકો અને ઘાયલો ખારા ગરી મોહમ્મદ ઝાઈ ગામના રહેવાસી હતા અને પિકનિક મનાવીને ટાંડા ડેમથી પરત ફરી રહ્યા હતા.

કોહાટ જિલ્લાના રેગી શિનો ખેલ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર પેશાવરથી લગભગ 65 કિમી દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો તેમના ગામ પરત ફરી રહ્યા હતા કે તરત જ ઓચિંતો હુમલો કરીને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ગોળીબાર એટલો ભયંકર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોને કોહાટની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં, ગંભીર રીતે ઘાયલ યુવકને વધુ સારી સારવાર માટે પેશાવર રિફર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકો અને ઘાયલ બધા મિત્રો હતા. હુમલા બાદ, હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને એફઆઈઆર નોંધવામાં આવી છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલા પાછળનો હેતુ જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.