શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના ₹6 લાખ કરોડ એક ઝાટકે સ્વાહા
November 18, 2026
બુધવારે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો હતો સેન્સેક્સ અને નિફ્ટીએ દિવસની ધીમી શરૂઆત કરી હતી, પરંતુ જેમ-જેમ કારોબાર આગળ વધ્યો તેમ બંને ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બપોરે 1 વાગ્યાની આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 200થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો.
બુધવારે શેરબજારના પ્રદર્શન પર નજર કરીએ તો, બીએસઈ સેન્સેક્સ તેના પાછલા બંધ 82,532ની સરખામણીએ ઘટાડા સાથે 82,376ના સ્તરે ખુલ્યો હતો અને થોડા જ સમયમાં આ ઘટાડો મોટા કડાકામાં ફેરવાઈ ગયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટીને 81,780ના સ્તર પર આવી ગયો હતો.
સેન્સેક્સની સાથે સાથે એનએસઈ નિફ્ટી પણ વિખેરાયો હતો. 50 શેરવાળા નિફ્ટી ઇન્ડેક્સે મંગળવારના બંધ 25,387ની સામે સામાન્ય ઘટાડા સાથે 25,323 પર ઓપનિંગ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડાની ગતિ તેજ બની હતી અને તે 200થી વધુ પોઈન્ટ ઘટીને 25,141ના સ્તર પર પહોંચી ગયો હતો.
શેરબજારમાં જોવા મળેલા આ મોટી કડાકાને કારણે રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) પાછલા કારોબારી દિવસના બંધ સમયના ₹5,11,71,121.57 કરોડથી ઘટીને ₹5,05,71,089.33 કરોડ પર આવી ગયું હતું. આ ગણતરી મુજબ, બજારમાં રોકાણ કરનારાઓના ₹6,00,032 કરોડ ડૂબી ગયા છે.
બજારના આ કડાકા વચ્ચે લાર્જકેપ અને મિડકેપ કેટેગરીના અનેક મોટા શેરો ધરાશાયી થયા હતા. બીએસઈની લાર્જકેપ કેટેગરીમાં સામેલ ટાઈટનનો શેર 4.10%, બજાજ ફાઇનાન્સ 2.30%, Eternal 2.25% અને TCSનો શેર 2.20%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આ ઉપરાંત મિડકેપ કેટેગરીમાં સામેલ National Aluminiumનો શેર 4.60%, Dixon 3.40%, KEI 3.10%, AU Bank 2.50% અને MPhasisનો શેર 2.40% સુધી ઘટીને કારોબાર કરી રહ્યા હતા.
Related Articles
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે ₹5800 તો સોનામાં ₹2900થી વધુનો કડાકો
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે ₹5...
Nov 18, 2026
સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થયું:ચાંદી 17 હજાર ઘટીને ₹1.69 લાખ પર આવી
સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થ...
Nov 17, 2026
ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105 નું ગાબડું
ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105...
Nov 16, 2026
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026