કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ
March 03, 2026
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો ગુજરાતના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ટુર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.
ઔદ્યોગિક ક્ષેત્રે પડનારા પ્રત્યાઘાતો
- વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રો ડામાડોળ થવાની શક્યતા છે.
- કૃષિ અને ટેક્સટાઇલ : આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની શક્યતા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેને સીધો ફટકો પડશે.
- સિરામિક અને કેમિકલ: મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર નિર્ભર છે; આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.
- હીરા અને ફાર્મા: યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ' (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.
- લોજિસ્ટિક્સ: કંડલા, મુદ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026