Breaking News :
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો નવી ઔદ્યોગિક નીતિમાં અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનશે, રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ અને વિશેષ લાભો મળશે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર પીકઅપ વાહને રિવર્સ મારતાં ગમખ્વાર અકસ્માત, પત્ની અને બાળકોની સામે જ પતિ કારમાં જીવતો ભૂંજાયો પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લંઘન, અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતાં 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના મોત ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર પીકઅપ વાહને રિવર્સ મારતાં ગમખ્વાર અકસ્માત, પત્ની અને બાળકોની સામે જ પતિ કારમાં જીવતો ભૂંજાયો

June 10, 2026

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક હાઈવેની પહેલી લેનમાં પૂરઝડપે રિવર્સ આવી રહેલા એક બોલેરો પીકઅપ વાહનની પાછળ ઈકો કાર ઘૂસી જતાં કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ઈકો કારમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી. કાર ચલાવી રહેલા ચાલકનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં તેમને બહાર નીકળવાનો સમય મળ્યો ન હતો અને તેઓ આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા હતા. પત્ની, માતા અને 3 બાળકોની નજર સામે જ તેઓ જીવતા ભડથું થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મળતી વિગત પ્રમાણે, મૂળ મહુવાના અને હાલ મહેસાણાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન પરમારે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના દીકરી, જમાઈ જગદીશભાઈ, વેવાણ અને 3 બાળકો ઈકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા. 9 જૂનના રોજ આ આખો પરિવાર ઈકો કારમાં પિલવાઈથી વડોદરા જવા નીકળ્યો હતો. આ દરમિયાન એક્સપ્રેસ હાઈવે પર એક કટ નજીક બોલેરો પીકઅપનો ડ્રાઈવર પૂરઝડપે રિવર્સ ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે પાછળથી આવતી ઈકો કાર આ પીકઅપ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત થતાં જ કારમાં લાગેલી આગમાંથી સવિતાબેન, તેમની દીકરી, વેવાણ અને 3 બાળકો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કાર ચલાવી રહેલા જમાઈ જગદીશભાઈ બહાર ન નીકળી શક્યા અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખા પરિવારની નજર સામે જ તેઓ કારની અંદર ભડથું થઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના કારણે થોડીવાર માટે સર્જાયેલા ટ્રાફિક જામને પોલીસે આવીને ક્લિયર કરાવ્યો હતો.