છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ...', મમતા બેનરજીના નિવેદનથી વિવાદ
October 12, 2025
દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBSની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગરેપના મામલા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એક વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ.' પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાની એક પ્રાઈવેટ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.
છોકરી ઓડિસાની રહેવાસી છે અને તે રાતે પોતાના મિત્રો સાથે ડિનર કરવા માટે ગઈ હતી, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા અને મેડિકલ કોલેજના કેમ્પસમાં જ તેની સાથે ગેંગરેપ કર્યો. આ ઘટના દરમિયાન છોકરીનો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે રવિવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ ભૂમિકાના કારણોસર એક અન્ય વ્યક્તિને પણ કસ્ટડીમાં લીધો છે.
હવે મમતા બેનરજીએ આ છોકરી સાથે થયેલા ગેંગરેપના મામલા બાદ મૌન તોડ્યું છે અને કહ્યું કે, 'છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ. આ મામલે સરકારને ઢસેડવું યોગ્ય નથી. કારણ કે છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રાઈવેટ મેડિકલ કોલેજની હતી.'
પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓની ઓળખ હજુ જાહેર નથી કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને અમે આગળની જાણકારી બાદમાં આપીશું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
Related Articles
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને ન...
Mar 27, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભાર...
Mar 27, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ...
Mar 26, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધા...
Mar 25, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને UNને મોકલ્યો 'મેસેજ'
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસા...
Mar 25, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે : ટ્રમ્પનો દાવો, ઈરાને 80મી વખત ઈઝરાયલ પર મિસાઈલો ઝીંકી
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી...
Mar 25, 2026
Trending NEWS
26 March, 2026
26 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026