સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઈમ હાઈ
September 03, 2025
અમદાવાદ : વૈશ્વિક પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. સોનું રોજ નવી ટોચે નોંધાવી રહ્યું છે. વૈશ્વિક કિંમતી ધાતુ બજારમાં તેજીના પગલે સ્થાનિક સ્તરે પણ સોનાનો ભાવ સળંગ ત્રણ દિવસથી નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યો છે. એમસીએક્સ સોનાએ પણ રૂ. 106444 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.
અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1200 મોંઘુ થઈ નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. સોનાની કિંમત આજે રૂ. 1200 ઉછળી રૂ. 10,9200 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાની કિંમત રૂ. 2500 વધી છે. ગઈકાલે રૂ. 10800 પ્રતિ 10 ગ્રામ અને સોમવારે રૂ. 107400 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ નોંધાયો હતો.
સોના અને ચાંદીમાં મબલક તેજી જોવા મળી છે. સોના કરતાં પણ ચાંદીની રોકાણ ઉપરાંત ઔદ્યોગિક માગ વધતાં કિંમતમાં અનેકગણો વધારો નોંધાયો હતો. ગઈકાલે અમદાવાદમાં ચાંદી અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાએ પહોંચી હતી. આ રેકોર્ડ સ્તરેથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં રૂ. 1000 સસ્તી થઈ હતી. આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા નોંધાયો હતો.
આર્થિક અને રાજકીય પડકારો તેમજ આ મહિને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની અપેક્ષા સાથે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 3546.99 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે વેપાર તણાવ સર્જાયો છે. અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો થવાની ભીતિ વધી છે. વૈશ્વિક અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026