ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક નિધન
March 07, 2026
આણંદ : ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક આવતા આણંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ઉમરેઠના ધારાસભ્ય હતા. તેવો વર્ષ 2017 અને 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ પૂર્વે તેવો રાજપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. ગોવિંદ પરમાર સહકારી ક્ષેત્રે પણ સક્રિય હતા.
આ અંગે મળતી માહિતી મુજબ ધારાસભ્ય ગોવિંદ પરમારને હાર્ટ એટેક આવતા સારવાર માટે તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેની બાદ તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતાં આણંદ જિલ્લાના રાજકીય આગેવાનો અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ આગેવાનો અને સમર્થકોમાં શોકની લહેર પ્રસરી હતી.
ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ભાજપના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના નિધન બાદ ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ અંગે તેમણે એક્સ પર લખ્યું હતું કે " ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026