કર્ણાટકમાં ગોવિંદપુર ગામમાં બે પરિવારો વચ્ચે જમીનની અદાવતમાં લોહિયાળ ખેલ, 6 લોકોના શબના ટુકડા કરાયા
May 30, 2026
કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા હતા.
આ લોહિયાળ ઘટના વિજયાપુરા જિલ્લાના ચડચાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોવિંદપુર ગામમાં બની છે. જીવ ગુમાવનારા તમામ 6 લોકો ગોવિંદપુર ગામના જ વતની હતા, જેમાં ચંદુ નિરાલે, દુંદપ્પા નિરાલે, શિવપુત્ર નિરાલે, રાહુલ નિરાલે, સમર્થ નિરાલે અને શબ્બીર નદાફનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગામમાં રહેતા નિરાલે અને ગોલાગી પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનની માલિકી બાબતે મોટો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને પ્રબળ આશંકા છે કે આ જૂની અદાવતનો બદલો લેવા માટે ગોલાગી પરિવારના સભ્યોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને આ ભયાનક હુમલાને અંજામ આપ્યો છે.
એકસાથે 6 લોકોની હત્યા થતાં જ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી હજુ સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026