Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ઈઝરાયેલના કડક વલણ સામે હમાસ ઘૂંટણિયે! હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો

August 20, 2025

ઇઝરાયલની હમાસ સાથે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે. બંને બાજુ વધારે ઘર્ષણ થવાનું મુખ્ય કારણ બને દેશના બંધકોની મુક્તિ છે. એવામાં હવે ઇઝરાયલના કડક કડક વલણ સામે હમાસ નબળું પડ્યું હોય કઈક એવો ઘાટ ઘડાયો છે. હમાસ છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલ સામે ટક્કર લઈ રહ્યું છે. પરંતુ પેલેસ્ટાઇન હવે પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું હોય કઈક એવું લાગી રહ્યું છે. કેમ કે હમાસે 60 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે જેમાં ઇઝરાયલી બંધકોની મુક્તિના બદલામાં પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. 

હમાસે આ જે સ્વીકૃતિ દર્શાવી છે એ ગાઝામાં વધતા માનવતાવાદી સંકટને કારણે પણ સ્વીકારી હોય હાલ એવું રાજનૈતિક વિવેચકો માની રહ્યા છે. જ્યારથી ઇઝરાયલની સમગ્ર ગાઝા પર કબજો કરવાની યોજના જાહેર થઈ હતી ત્યારથી યુદ્ધવિરામ વાટા ઘાટોને વધારે તીવ્ર બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ઇઝરાયલની યોજના સામે આવતાજ ઇજિપ્ત અને કતાર બંને પક્ષો સાવધાન થઈને હવે જગત જમાદાર અમેરિકાને વચ્ચે રાખીને પરોક્ષ વાટાઘાટો ફરી શરૂ કરવા માંગે છે. હમાસે ઇજિપ્ત-કતાર દ્વારા રજૂ કરાયેલ યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ઇઝરાયલને પોતાનો પ્રતિભાવ મોકલ્યો. હવે ઇઝરાયલ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર હમાસના પ્રતિભાવનો અભ્યાસ કરી રહ્યું છે.