હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત
May 29, 2026
પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને બચાવાયા
હમીરપુર -ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. બેતવા નદી પર મવઈ જાર અને કુરારાને જોડતા નિર્માણાધીન પુલનો એક વિશાળ હિસ્સો ભયાનક વાવાઝોડા અને વરસાદ દરમિયાન તૂટી પડ્યો હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. વહીવટી તંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સુરક્ષાના માપદંડોને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ હમીરપુરમાં કુદરતનો પ્રકોપ અને માનવસર્જિત બેદરકારીનો ભયાનક સમન્વય જોવા મળ્યો હતો. દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. શ્રમિકો પોતાનું કામ પૂરું કરીને પુલના સ્લેબની નીચે અને આસપાસના વિસ્તારમાં આરામ કરી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અત્યંત ઝડપી તોફાન શરૂ થયું હતું. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે નિર્માણાધીન પુલનો વિશાળ સ્લેબ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જોતજોતામાં નીચે સૂતેલા શ્રમિકો પર ધસી પડ્યો હતો. સ્લેબ નીચે સૂતેલા શ્રમિકોને ભાગવાનો કે બચાવનો પણ મોકો ન મળ્યો અને તેઓ જીવતા જ કાટમાળ નીચે દફન થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને SDRF ની (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદ અને અંધારા વચ્ચે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન પુલના પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને SDRFની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જોકે, કાટમાળ નીચે દબાયેલા અન્ય 6 શ્રમિકોને બચાવી શકાયા નહોતા. તેઓના મોત નિપજ્યાં હતા.
- અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોની યાદી:
1. લોકેન્દ્ર નિષાદ (બાંદા)
2. કુલદીપ નિષાદ (બાંદા)
3. સાવંત યાદવ (બાંદા)
4. સભાજીત (બાંદા)
5. પુષ્પેન્દ્ર સિંહ ચૌહાણ (હમીરપુર)
6. રાજેશ પાલ (હમીરપુર)
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026