Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર, લઘુતમ પગારમાં વધારો

April 01, 2025

નોવા સ્કોટિયા  : કેનેડામાં વસતાં અને કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેનેડાની સરકારે આજથી કર્મચારીઓ માટે લઘુતમ પગાર વધાર્યો છે. કેનેડાએ ફેડરલ અને પ્રોવિશલ મિનિમમ પગારમાં 2.4 ટકા અર્થાત 0.45 ડોલર પ્રતિ કલાકનો વધારો કર્યો છે. હવે એક એપ્રિલથી કેનેડામાં કામ કરતાં કર્મચારીઓનો લઘુતમ પગાર કલાકદીઠ 17.30 ડોલરથી વધારી 17.75 ડોલર કર્યો છે.

કેનેડામાં બેન્કો, પોસ્ટલ-કુરિયર, ટેલિકોમ્યુનિકેશન્સ સહિત ખાનગી સેક્ટર્સમાં કામ કરતાં કર્મચારીઓના પગારમાં 2.4 ટકાનો વધારો આજથી લાગુ થયો છે. આ પગાર વધારાનો લાભ કેનેડાના નાગરિકો ઉપરાંત ઈમિગ્રન્ટ્સ પણ લઈ શકશે.

કેનેડા ઈમિગ્રન્ટ્સના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, કેનેડાના ટેમ્પરરી ફોરેન વર્કર્સમાં 22 ટકા ભારતીયો સામેલ છે. વર્ષ 2021માં 13.5 લાખ ભારતીયો કેનેડામાં વસે છે, જે દેશની કુલ વસ્તીના 3.7 ટકા છે.

કેનેડામાં ફુગાવાના આધારે દર વર્ષે એપ્રિલમાં લઘુતમ પગારમાં ફેરફાર કરવામાં આવે છે. કેનેડાનો ફુગાવો 2024ની સરેરાશ કરતાં વધી 2.4 ટકા નોંધાયો છે. નવા પગાર ધોરણના આધારે કોર્પોરેટ્સ અને સંસ્થાઓને તમામ કર્મચારીઓના પગાર વધારવા આદેશ આપવામાં આવ્યો છે.


ચાર પ્રોવિન્સમાં કેટલો પગાર વધ્યો

નોવા સ્કોટિયાઃ 15.30 ડોલરથી 15.65 ડોલર પ્રતિ કલાક

ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર: $15.60 થી $16.00 પ્રતિ કલાક

ન્યૂ બ્રુન્સવિક: $15.30 થી $15.65 પ્રતિ કલાક

યુકોન: $17.59 થી $17.94 પ્રતિ કલાક