કુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે હાર્દિક પંડ્યા, આઠ વર્ષ બાદ ટીમમાં વાપસી
November 20, 2024
ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમવું પડશે. આ ભારતની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ છે. બંને ભાઈઓ બરોડા માટે એક સાથે રમતા નજર આવશે. બરોડાની ટીમ ગત સિઝનમાં ટુર્નામેન્ટની રનર્સઅપ રહી હતી, પરંતુ હવે બંને ભાઈઓ ઈચ્છશે કે ટીમ ચેમ્પિયન બને. હાર્દિક પંડ્યા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે ચાર મેચની ટી-20 સીરિઝમાં રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં માત્ર હાર્દિક પંડ્યા જ નહીં પરંતુ અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ પણ રમશે, જેમાં T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ સામેલ છે. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ઘણા સિતારાઓથી સજેલી નજર આવશે. છેલ્લી વખત હાર્દિક પંડ્યા વર્ષ 2016માં આ ટૂર્નામેન્ટ રમ્યો હતો. ત્યારબાદથી તે વધુ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યો, કારણ કે તે મોટાભાગનો સમય નેશનલ ડ્યૂટી પર રહ્યો છે. બીજી તરફ કૃણાલ પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા માટે ટોપ પરફોર્મર રહ્યો છે અને તેની કેપ્ટનશીપ પણ સારી રહી છે. બરોડા માટે પ્રથમ ફેઝની રણજી ટ્રોફી મેચોમાં પણ કૃણાલ પંડ્યા જ કેપ્ટન હતો. ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી છે, જેમાં મુંબઈ સામે મળેલી જીત પણ સામેલ છે. કૃણાલ પંડ્યા માટે આ સિઝન ખાસ રહી છે. લેફ્ટી બેટ્સમેને 7 ઈનિંગ્સમાં 367 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. ગત સિઝનમાં કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમનો ટોપ સ્કોરર હતો. જોકે ફાઈનલમાં બરોડા પંજાબ સામે હારી ગયું હતું. હવે આ ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂ થશે અને બરોડાને ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કિમની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ ખૂબ જ રસપ્રદ છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026