એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આંધ્ર પ્રદેશમાં NDAની સરકાર લાવી 'બેબી પોલિસી'
March 06, 2026
આંધ્ર પ્રદેશ- ભારતમાં દાયકાઓથી 'હમ દો, હમારે દો'નો નારો ગુંજતો રહ્યો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં હવે ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. રાજ્યની ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક 'બેબી પોલિસી' લાવી રહી છે. આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે.
માર્ચ 2026ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી તેનો અમલ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડ્રાફ્ટ મુજબ મળવાપાત્ર લાભો અનુસાર, ત્રીજા બાળકના જન્મ પર પરિવારને 25,000 રૂપિયાની તાત્કાલિક નાણાકીય સહાય મળશે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1,000 રૂપિયા સીધા ખાતામાં જમા કરવામાં આવશે. ત્રીજું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવશે. માતાને 12 મહિનાની પ્રસૂતિ રજા અને પિતાને 2 મહિનાની પિતૃત્વ રજા આપવાની જાહેરાત કરાઈ છે.
આંધ્ર પ્રદેશમાં વસ્તીના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. વર્ષ 1993માં રાજ્યનો પ્રજનન દર 3 ટકા હતો, જે હવે ઘટીને માત્ર 1.5 ટકા રહી ગયો છે. જો હાલનો ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો 2047 સુધીમાં રાજ્યમાં વૃદ્ધોની વસ્તી 23 ટકા સુધી પહોંચી શકે છે. જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહેશે તો આંધ્ર પ્રદેશને પણ જાપાન, દક્ષિણ કોરિયા અને ઈટાલીની જેમ ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રાજ્ય સરકારનું માનવું છે કે યુવા કાર્યકારી વસ્તીમાં ઘટાડો એ આર્થિક વિકાસ માટે મોટો ખતરો છે. રાજ્યમાં હાલ દર વર્ષે અંદાજે 6.70 લાખ બાળકો જન્મે છે, જેને વધારવા માટે આ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આંધ્ર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જે રાષ્ટ્રીય પોલિસીથી વિપરીત વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હોય.
Related Articles
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં સત્કાર યોજના' હેઠળ એકસાથે મળશે 3000 અને 4500 રૂપિયા
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં...
Jun 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાકોર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, વાવણીમાં વિલંબની આશંકા
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાક...
Jun 22, 2026
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પા...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026