દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે
April 20, 2026
નવી દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાવાની સંભાવના છે. વિભાગ દ્વારા દેશના 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં લૂ (હીટવેવ) માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોમાં ગરમીની સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગની યાદી મુજબ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, હરિયાણા તથા ચંદીગઢમાં 23 એપ્રિલ સુધી હીટવેવની અસર વર્તાશે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. ખાસ કરીને ગુજરાતમાં આકરી ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેના કારણે ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ગરમીના આકરા રાઉન્ડની વચ્ચે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માવઠાની આગાહી કરી છે. વાતાવરણમાં આવનારા આ પલટાને કારણે ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21 થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો, 20 એપ્રિલે ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બિહારમાં 23 એપ્રિલે તેજ પવન સાથે વરસાદી ચેતવણી અપાઈ છે, જ્યાં પવનની ગતિ 70 કિમી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ 23 એપ્રિલ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026