Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું

May 09, 2026

દિલ્હીમાં BJP કાર્યાલય પર આતંકી હુમલાનું એલર્ટ, ડૉ. આંબેડકર માર્ગ (DDU) અને આસપાસના વિસ્તારોમાં છાવણીમાં ફેરવાયા છે. દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્ય ભાજપ કાર્યાલય પર સંભવિત આતંકી હુમલાને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ગુપ્ત માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનોએ સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચમાં લઈ લીધો છે.
ખૂફિયા એજન્સીઓને મળેલા ઇનપુટ્સ અનુસાર, આતંકી સંગઠનો માત્ર દીનદયાળ ઉપાધ્યાય (DDU) માર્ગ સ્થિત દિલ્હી ભાજપ મુખ્યાલય જ નહીં, પરંતુ તેની આસપાસની મહત્વની સરકારી સંસ્થાઓ અને ઓફિસોને પણ નિશાન બનાવી શકે છે. આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શક્યતાઓ મુજબ, આતંકીઓ કાર બોમ્બ વિસ્ફોટ કે વાહનો દ્વારા વિસ્ફોટકો લાવી હુમલો કરી શકે છે. અથવા સુસાઈડ બોમ્બર દ્વારા અથવા સીધા શૂટઆઉટ જેવું કાવત્રું રચી શકે છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં IED ગોઠવીને વિસ્ફોટ કરવાનું કાવતરું પણ રચી શકે છે. એલર્ટ બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે એલર્ટ મોડ પર છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચેકિંગ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલયના ખુણે ખુણા પર સુરક્ષા દળો તૈનાત છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે.