કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા
March 14, 2026
મળતી માહિતી અનુસાર, ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન રબારીને પોતાના જ સમાજના 21 વર્ષીય નવીન રબારી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ પરિવારને મંજૂર ન હોવાથી બંને ત્રીજી ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગી ગયા હતા. આ અંગે યુવક અને યુવતીના પરિવારો દ્વારા નખત્રાણા પોલીસ મથકે ગુમ નોંધ પણ કરવામાં આવી હતી. ઓનર કિલિંગની શંકાના આધારે પોલીસે જ્યારે યુવતીના પિતા વકા રબારીની સઘન પૂછપરછ કરી, ત્યારે સત્ય સામે આવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે પોતાના ભાણેજ પબા રબારી સાથે મળીને ભાગી ગયેલા બંને પ્રેમીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહોને ખાંભલા ગામના એક કૂવામાં ફેંકી દીધા હતા. આરોપીની કબૂલાત બાદ નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ કૂવામાંથી નવીન અને નાથીબેનના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે રબારી સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026