હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું
May 24, 2026
ન્યુ યોર્ક : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, ઈરાન સાથે શાંતિ કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને હવે માત્ર છેલ્લી ઔપચારિકતાઓ પર જ વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરારથી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. અમેરિકા, ઈરાન અને અન્ય કેટલાક દેશો વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ વાતચીત હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, 'મેં આ વિષય પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ફોન પર વાત કરી છે, જે ખૂબ જ સકારાત્મક રહી છે. કરારના અંતિમ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.'
અમેરિકન પ્રમુખે એવો પણ દાવો કર્યો હતો કે આ શાંતિ કરાર અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટને દરિયાઈ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે, 'હોર્મુઝ પર અમારું જ નિયંત્રણ રહેશે.' અહેવાલો અનુસાર, ઈરાન માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજો ત્યાંથી પસાર થતા હતા તેટલા જ જહાજોને મંજૂરી આપવા માટે સહમત થયું છે, પરંતુ તેને સંપૂર્ણપણે મુક્ત માર્ગ ગણી શકાય નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને એક 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) ગણાવ્યો છે, જેમાં શાંતિ સ્થાપવા માટેના 14 મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. તેમના મતે, અમેરિકા, ઈરાન અને અન્ય દેશોની આખરી મંજૂરી મળ્યા બાદ જ આ કરારને આખરી ઓપ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ વાટાઘાટોનો મુખ્ય હેતુ યુદ્ધને રોકવાનો છે, જેમાં દરિયાઈ હુમલા બંધ કરવા અને ઈરાન પરના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ આપવા જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
Related Articles
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026