Breaking News :
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે આંતરિક સુરક્ષા મજબૂત કરવા બંગાળના 7 નેશનલ હાઇવે પર હવે કેન્દ્રનો કંટ્રોલ રહેશે ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું

મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા

May 19, 2026

મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે ટ્રક અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ટ્રકમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, ડહાણુ તાલુકાના બાપુગામથી 100થી વધુ લોકો એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે ટ્રકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ પાસે સામેથી આવી રહેલા એક કન્ટેનર સાથે ટ્રકની સામસામે ટક્કર થઈ હતી.

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક અને કન્ટેનર બંને રોડ પર પલટી ગયા હતા. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં બેઠેલા અનેક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને હાઈવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ટ્રકમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

આ અકસ્માતને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર કિલોમીટરો સુધી લાંબો જામ લાગી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ પડતી ઝડપ અને ડ્રાઈવરની બેદરકારી હોવાનું મનાઈ રહ્યું છે.