NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ! વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ
May 16, 2026
નીટ-યુજી પરીક્ષાના બાયોલોજી પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ મૂળ મહારાષ્ટ્રના પૂણેની રહેવાસી એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. શિક્ષિકા NTA પેનલની હોવાનું અને તે જ પેપર લીકની માસ્ટરમાઇન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે.
સીબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નીટ-યુજી-2026ની પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે મનીષાની નિમણૂક કરી હતી. તેમને વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) પેપરની જવાબદારી સોંપવામાં આવી હતી.
તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, મનીષા મંડહરે અને પૂણેની મનીષા વાઘમારએ નીટના વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા. પછી બંનેએ પૂણેના મકાનમાં વિશેષ કોચિંગ ક્લાસ શરૂ કરીને તેઓને માહિતી આપી હતી. મનીષા વાઘમરેની 14 મેએ ધરપકડ કરવામાં આવી છે.
Related Articles
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો...
May 16, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર...
May 15, 2026
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે ધોલાઈ કરી, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે...
May 15, 2026
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને કાર્યરત કરવા પર ભાર
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ...
May 15, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું પત્તું કપાયું, વી.ડી. સતીશનને મળી સત્તા
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણ...
May 14, 2026
Trending NEWS
14 May, 2026
14 May, 2026