સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત
May 25, 2026
જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ભારે તેજી જોવા જ મળી રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલાઈ ગયો છે.
આજે નવા ટ્રેડિંગ વીકના પ્રથમ દિવસ સોમવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં પ્રચંડ તેજી જોવા મળી. શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 75415.35 પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું 76289.52 પર ખુલ્યું હતું. જે કુલ 870થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેનું શુક્રવારનું ક્લૉઝિંગ 23,719.30 પર થયું હતું જે આજે સોમવારે સીધું 23,983.45 પોઈન્ટ પર ખુલ્યું હતું જે કુલ 260થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જેના કારણે આજે શેરબજારના મોટા ભાગના શેરોમાં હરિયાળી છવાઈ ગઈ હતી.
બીજી બાજુ વાયદા બજારની વાત કરીએ તો સોનામાં આજે 800 રૂપિયા સુધીનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં સોનાની કિંમત 159200 ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં ચાંદી થોડી ઘટીને 275690ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા છેલ્લા તબક્કા સુધી પહોંચી જતા ક્રૂડ ઓઈલમાં કડાકો બોલાઈ ગયો હતો અને હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો 95 ડૉલરની પણ નીચે 94.79 ડૉલરના સ્તરે ટ્રેડ થઇ રહી છે.
બીજી બાજુ આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને વૈશ્વિક સ્તરે ફરી એકવાર યુદ્ધમાં શાંતિના દેખાતા સંકેતો વચ્ચે રૂપિયો ફરી એકવાર ડૉલર સામે મજબૂત થયો હતો. હાલમાં ડૉલર સામે રૂપિયો 95.70 રૂપિયાના લેવલે આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રૂપિયો ડૉલર સામે 96.96ના લેવલે પહોંચી ગયો હતો.
Related Articles
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની તૈયારી : વિધાનસભામાં બિલ રજૂ થતાં રાજકીય ગરમાવો
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિ...
May 25, 2026
ઉત્તરાખંડના ટિહરી જંગલોમાં ભીષણ દાવાનળ: 14 હેક્ટર વિસ્તાર બળીને ખાખ, રહેણાંક વિસ્તારોને બચાવાયા
ઉત્તરાખંડના ટિહરી જંગલોમાં ભીષણ દાવાનળ:...
May 25, 2026
નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA અને સરકાર કહ્યું, પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી
નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA અ...
May 25, 2026
NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્...
May 25, 2026
ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતા મહાબળેશ્વર નજીક સ્કોર્પિયો 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8 યુવકોના મોત
ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતા મહાબળેશ્વ...
May 25, 2026
મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહો શોધ્યા
મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબ...
May 25, 2026
Trending NEWS
23 May, 2026