'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
November 09, 2024
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા છઠના દિવસે બિહારના પટના પહોંચ્યા હતાં. જોકે, નડ્ડા બિહારમાં છઠ પર્વમાં સામેલ થવાને લઈને ઘણાં પ્રશ્ન ઉભા થઈ રહ્યાં હતાં. વાત ફક્ત છઠ પૂજા સુધી નહતી, પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તેમની મુલાકાત લીધી અને તેમની સાથે સમય વિતાવ્યો. સ્વાભાવિક રીતે રાજકીય ચર્ચા પણ થઈ હશે, પરંતુ તેની જાણકારી બહાર નથી આવી શકી. જણાવી દઈએ કે, પટના મુકાલાત દરમિયાન જે.પી નડ્ડાએ બિહાર ભાજપના ટોચના નેતાઓ સાથે અલગથી મુલાકાત કરી અને કહ્યું કે, પેટાચૂંટણીની સાથે-સાથે અન્ય મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. પરંતુ, રાજકીય રૂપે હવે જે.પી નડ્ડાની મુલાકાતનો અર્થ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નડ્ડાની મુલાકાત બાદ હવે નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. જોકે, જેપી નડ્ડાની મુલાકાત બાદ શનિવારે (9 નવેમ્બર) નીતિશ કુમારે કહ્યું કે, મારાથી બે વાર ભૂલ થઈ ગઈ છે અને એનડીએનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે જતો રહ્યો હતો. બે વખત હું ખોટા લોકો સાથે જતો રહ્યો. પરંતુ, જ્યારે ખબર પડી કે, તેઓ ગડબડ કરે છે તો હું ફરી ભાજપ સાથે આવી ગયો. નીતિશ કુમારે ફરી સ્પષ્ટ કરી દીધું કે, હવે તે ફરી એનડીએ છોડીને ક્યારેય નહીં જાઉં અને ડાબુ-જમણું નહીં કરૂ. આ સિવાય તેઓએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના શાસન કાળ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ મુસ્લિમોના મત લે છે, પરંતુ અલ્પસંખ્યકો માટે કામ નથી કરતાં. આ સિવાય નીતિશ કુમારે સહયોગી પાર્ટી ભાજપ સાથે પોતાના સંબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વાજપેયીએ જ મને બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યો હતો.
Related Articles
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વધશે: દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વ...
May 11, 2026
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પરિવારની કાર ખાઈમાં ખાબકતા 6ના મોત, 4ના મોત
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પર...
May 11, 2026
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હાજરીથી સોશ્યલ મીડિયા પર ગરમાટો
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હા...
May 11, 2026
તામિલનાડુમાં CM વિજયના શપથગ્રહણમાં કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ સંપૂર્ણ વંદે માતરમ્ ગવાયું
તામિલનાડુમાં CM વિજયના શપથગ્રહણમાં કેન્દ...
May 11, 2026
તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ": સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો
તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ":...
May 10, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
Trending NEWS
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026