અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં આગલાગી, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભાગદોડ
April 08, 2025
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં એશિયાટિક સિંહોનો વસવાટ છે. ત્યારે અમરેલીના નજીક આવેલા રાજુલાના રામપરા ગામ પાસે ટોરેન્ટ વિસ્તારમાં વિકરાળ લાગી છે. સિંહોના વિસ્તારમાં આગ લાગતાં વન્યપ્રાણીઓમાં ભાગદોડ મચી શકે છે. બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પીપાવાવ પોર્ટ સિન્ટેક્ષ આસપાસની 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.
આ વિસ્તારમાં સિંહ, હરણ, દીપડા સહિતના નાના-મોટા વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી વન વિભાગ ચિંતામાં મૂકાયો છે. સિંહોનો સૌથી વધુ વસવાટ ટોરેન્ટ વિસ્તારમાં છે. વનવિભાગના IFS ફતેહ સિંહ મીણા સહીત વનવિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજુલાના રામપરા ગામે આવેલી 800 વીઘામાં આગ લાગી હતી. આ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.
આ જમીન પડતર હોવાથી અહીં મહાકાય બાવળનું જંગલ ઉભું થઇ ગયું છે. એક તરફ 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી તો બીજી તરફ આગ લાગતાં વન્યજીવોને ખતરો ઉભો થયો છે.
Related Articles
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026