Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

બાંગ્લાદેશમાં 7 મહિનામાં દુષ્કર્મના કેસોમાં 75 ટકાનો વધારો

August 26, 2025

બાંગ્લાદેશમાં સગીર યુવતીઓ માટે વર્ષ 2025નું વર્ષ સારું નથી. એક અહેવાલ મુજબ જાન્યુઆરીથી જુલાઈ 2025 સુધીમાં યુવતીઓ પર જાતીય શોષણના 306 કેસ નોંધાયા છે. આ વર્ષ 2024 કરતા 75 ટકા વધુ છે. શેખ હસીનાએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશમાં સગીર યુવતીઓ સામે જાતીય સતામણીના કેસ વધ્યા છે. જાતીય સતામણીનો ભોગ બનતી યુવતીઓની ઉંમર કાયદા અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે.

બાંગ્લાદેશ પોલીસ મુખ્યાલય અનુસાર, 2014 થી 2024 સુધીમાં સગીર છોકરીઓ સામે જાતીય સતામણીના 5600 કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ફક્ત 306 કેસ નોંધાયા છે. તે પણ જ્યારે બાંગ્લાદેશ સરકાર પર બળાત્કારના કેસ નોંધવામાં ન આવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. 49 કેસોમાં પીડિતાઓની ઉંમર 0-6 વર્ષની વચ્ચે છે. 94 કેસોમાં યુવતીઓની ઉંમર 7 થી 12 વર્ષની વચ્ચે છે. 103 કેસોમાં છોકરીઓની ઉંમર 13-18 વર્ષની વચ્ચે છે. 

60 કેસોમાં ઉંમર જાહેર કરવામાં આવી નથી. જાન્યુઆરી 2025 થી જુલાઈ 2025 સુધીમાં નોંધાયેલા 22 કેસ મદરેસાઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં બન્યા છે. તેવી જ રીતે, 49 કેસ રસ્તાઓ પર બન્યા છે. પોલીસ દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટ મુજબ, આ 49 કેસોમાં પહેલા યુવતીઓનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને અજાણી જગ્યાએ લઈ જવામાં આવી હતી અને જાતીય સતામણીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.