IND vs PAK: ભારતીયોનું તૂટ્યું દિલ ! ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું
November 20, 2024
23 નવેમ્બરથી પાકિસ્તાનમાં T20 બ્લાઈન્ડ વર્લ્ડકપ 2024 શરૂ થવાનો છે. પરંતુ ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને તેની પાછળનું કારણ એ છે કે, વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. જેના કારણે હવે બ્લાઈન્ડ ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં રમશે નહી. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા(CABI)ના આસિસ્ટન્ટ સેક્રેટરી શેલેન્દ્ર યાદવે આ માહિતી આપી હતી. જેથી કરીને ભારતીય ચાહકો આ નિર્ણયથી ખૂબ જ દુઃખી છે. શેલેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'અમે છેલ્લા 25 દિવસથી પાકિસ્તાન જવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. હવે અમે વધુ રાહ જોઈ શકીએ નહીં કારણ કે, હવે ટુર્નામેન્ટ ટૂંક સમયમાં શરૂ થવાની છે. જ્યારે મેં વિદેશ મંત્રાલય સાથે આ અંગે ફોન પર વાત કરી તો તેઓએ અમને કહ્યું કે, તમને પાકિસ્તાન જવા માટે મંજૂરી મળશે નહીં, અને તમે આ ટુર્નામેન્ટ રદ કરી શકો છો. અને તેઓ આ અંગેનો અમને સત્તાવાર અસ્વીકાર પત્ર પણ આપશે. જો કે, અમને હજુ સુધી કોઈ પણ સત્તાવાર પત્ર મળ્યો નથી. પરંતુ MEA સાથેની ચર્ચાના આધારે અમે આ નિર્ણય લીધો છે કે, અમે પાકિસ્તાનમાં યોજાનારા બ્લાઈન્ડ T20 વર્લ્ડકપમાં ભાગ લઈશું નહીં.' બ્લાઈન્ડ T20 વર્લ્ડકપની અત્યાર સુધી ત્રણ સિઝન રમાઈ છે. ત્રણ સિઝન વર્ષ 2012, 2017 અને 2022માં થઈ હતી. જેમાં ત્રણેય સિઝનમાં ભારતીય બ્લાઈન્ડ ટીમનો વિજય થયો હતો. ગત વખતે 2022ની સિઝનની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 120 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે મેચમાં ભારતીય ટીમે 277 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 157 રન બનાવી શકી હતી.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026