સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
March 30, 2026
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘શ્રીલંકા પર સંકટ સમયે ભારત હંમેશા સૌ પ્રથમ મદદ કરનારો દેશ રહ્યો છે. જરૂરી ચીજવસ્તુઓના પુરવઠા લઈને આર્થિક મદદ વખતે ભારતે પડોશી પહેલાની નીતિ અપનાવી મદદ કરી છે. હું શ્રીલંકન સરકારને વિનંતી કરું છું કે, ભારતે તાજેતરમાં જ ઈંધણ કર ઘટાડવાનો જે નિર્ણય કર્યો છે, તેવા નિર્ણય પર શ્રીલંકન સરકાર વિચાર કરે. ભારતે માત્ર કિંમતો ઘટાડવા માટે ઉત્પાદન કર ઘટાડ્યો નથી, પરંતુ તેઓએ માર્કેટને સ્થિર કરવા અને વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક થયેલા વધારાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતનો વધતી અટકાવવા માટે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી સ્થિતિ હતી, પરંતુ ભારતે સમયસર મદદ મોકલીને શ્રીલંકાને મોટી રાહત આપી છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે (28 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, ભારતે શ્રીલંકાને કુલ 38,000 મેટ્રિક ટન (MT) પેટ્રોલિયમ પદાર્થોની ડિલિવરી કરી છે. જેમાં 20,000 MT ડીઝલ, 18,000 MT પેટ્રોલનો સમાવેશ થાય છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026