Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્રી રાજનાથ સિંહના કડક વલણ બાદ પાકિસ્તાને કલકત્તા પર હુમલાની આપી ધમકી

April 06, 2026

બે દિવસ પહેલાં ભારતીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે પાડોશી દેશ સીમા પર કોઈ પણ  દુઃસાહસ કરશે તો ભારત તરફથી જોરદાર અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. આના જવાબમાં પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે વળતી ધમકી આપી હતી કે ભવિષ્યમાં ભારત સાથેના સંઘર્ષમાં કલકત્તા પર હુમલો કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં આસિફે કહ્યું હતું કે જો ભારત આ વખતે કોઈ ખોટા ફ્લૅગ-ઑપરેશન કરવાનો પ્રયાસ કરશે તો અમે લડાઈને કલકત્તા લઈ જઈશું.

ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના દાવો કર્યો હતો કે ભારત ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત કોઈ પ્રકારના ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે જે તેમના પોતાના માણસો દ્વારા અથવા તેમની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનીઓ દ્વારા હાથ ધરી શકે છે. તેઓ મૃતદેહો મૂકીને દાવો કરશે કે આ આતંકવાદી છે જેમણે ચોક્કસ આતંકવાદી કૃત્યો કર્યાં છે. જો તેઓ આ વખતે આવું નાટક કરવાનો પ્રયાસ કરશે તો અલ્લાહની ઇચ્છા, અમે (લડાઈ) કલકત્તા લઈ જઈશું.’