ખાડી દેશોના યુદ્ધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત: ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1 ટકાનો નોંધપાત્ર ઉછાળો
June 30, 2026
મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની વિપરીત અસરો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ પોતાની મજબૂતી જાળવી રાખી છે. મે મહિનામાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 5.1 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વિકાસને પગલે દેશનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ગત વર્ષના 116.7ની સામે આ વર્ષે મે મહિનામાં 122.7 પર પહોંચી ગયો છે. આર્થિક પડકારો છતાં ભારતીય ઉદ્યોગોએ સકારાત્મક ગતિ જાળવી રાખીને વૈશ્વિક સ્તરે ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે મળેલી આ સફળતા પાછળ વિનિર્માણ, વીજળી અને ગેસ પુરવઠા ક્ષેત્રનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ હિસ્સો ધરાવતા વિનિર્માણ ઉદ્યોગમાં મે મહિનામાં 5.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વીજળી અને ગેસ પુરવઠા ક્ષેત્રે 9.9 ટકાની શાનદાર તેજી નોંધાઈ છે. સાથે જ પાણી પુરવઠા અને કચરાના નિકાલના વ્યવસ્થાપન ક્ષેત્રે પણ 5.5 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. જોકે, બીજી તરફ ખાણકામ ક્ષેત્રનું પ્રદર્શન થોડું નબળું રહ્યું હતું અને તેમાં 1.6 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
વિનિર્માણ ક્ષેત્રના કુલ 23 જૂથોમાંથી 16 જૂથોએ હકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે. જેમાં સૌથી મોટો ફાયદો વીજળીના ઉપકરણો બનાવતા ઉદ્યોગને થયો છે, જેણે 20.8 ટકાનો જંગી ઉછાળો નોંધાવ્યો છે. મોટરગાડીઓ અને તેને લગતા સાધનોના ઉત્પાદનમાં 14.5 ટકા, જ્યારે મૂળભૂત ધાતુઓના ક્ષેત્રમાં 4.6 ટકાનો વધારો થયો છે. વધુમાં મૂડીગત સામાનમાં 12.9 ટકા, ટકાઉ વપરાશી વસ્તુઓમાં 7.2 ટકા, માળખાગત અને બાંધકામ સામગ્રીમાં 5.9 ટકા તથા મધ્યવર્તી સામાનમાં 5.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. પ્રાથમિક વસ્તુઓ અને રોજબરોજની વપરાશી વસ્તુઓમાં અનુક્રમે 2.6 ટકા અને 3.6 ટકાનો વધારો થયો છે.
આ વખતે મંત્રાલય દ્વારા ગણતરીની પદ્ધતિમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે નવી શ્રેણી માટે 2022-23ને આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું છે અને જથ્થાબંધ ભાવ સૂચકાંકની જગ્યાએ ઉત્પાદકોના ભાવ સૂચકાંકનો ઉપયોગ શરૂ કરાયો છે. આ નવો બદલાવ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકની યાદીમાં સામેલ કુલ 463 વસ્તુઓમાંથી 234 વસ્તુઓ પર લાગુ કરવામાં આવ્યો છે, જે કુલ ગણતરીમાં 36.02 ટકા જેટલું મહત્વ ધરાવે છે.
Related Articles
જીએસટી કલેક્શન મજબૂત અને ક્રૂડના ભાવ ઘટતાં સેન્સેક્સમાં 907 અને નિફ્ટીમાં 239 પોઈન્ટનો ઉછાળો
જીએસટી કલેક્શન મજબૂત અને ક્રૂડના ભાવ ઘટત...
Nov 02, 2026
યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સૂઈ ગયેલા માતા-પિતા અને 3 બાળક સહિત 5ના મોત
યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સ...
Oct 17, 2026
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026