Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

બિલ ગેટ્સ સામે ભડકી ભારતીય એન્જિનિયર, ગાઝામાં નરસંહારમાં ઈઝરાયલની મદદ કરવાનો આરોપ મૂક્યો

April 07, 2025

Microsoftની 50મી વર્ષગાંઠ સમારોહમાં મંચ પર ભારતીય મૂળ અમેરિકન સોફ્ટવેર એન્જિનિયરના સવાલથી હાહાકાર મચ્યો હતો. તેણે વિશ્વની ટોચની ટેક કંપનીના ત્રણ દિગ્ગજો સત્યા નડેલા, સ્ટીવ બોલમર અને બિલ ગેટ્સને ગાઝામાં થયેલા નરસંહારમાં ટેક્નિકલ સહાય આપવાનો મુદ્દો ઉઠાવતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. તેણે આરોપ મૂક્યો હતો કે, ગાઝાની ધરતી લોહીથી લથબથ થઈ છે. એવામાં આપણે ઉજવણી કેવી રીતે કરી શકીએ. જ્યારે આપણે જ પોતે આ નરસંહાર માટે જવાબદાર છીએ. માiક્રોસોફ્ટના હેડક્વાર્ટરમાં ઉત્સાહનો માહોલ ગમગીન બન્યો હતો, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર વાનિયા અગ્રવાલે મંચ પર બેઠેલા સીઈઓ સત્યા નડેલા, પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર અને કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પર ગાઝામાં થઈ રહેલા નરસંહાર માટે માiક્રોસોફ્ટની ટૅક્નોલૉજીને જવાબદાર ઠેરવતાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. વાનિયાએ કહ્યું કે, 'શરમ કરો, પેલેસ્ટાઇનમાં 50,000થી વધુ મોત થયા, માઇક્રોસોફ્ટની ટૅક્નોલૉજીના કારણે, તેમના લોહી પર આ ઉજવણી, ઈઝરાયલ સાથે સંબંધ તોડો.' વાનિયાની દલીલ બાદ તેને સમારોહમાંથી બહાર લઈ જવામાં આવી હતી. જો કે, સમારોહમાં હાજર તમામ લોકો આ સાંભળી સ્તબ્ધ બન્યા હતા. વાનિયા અગ્રવાલના આ વિરોધ વચ્ચે મંચ પર બેઠેલા બિલ ગેટ્સે સ્મિત સાથે પોતાની વાતચીત ચાલુ રાખી હતી. વાનિયાએ આ વિરોધ નોંધાવ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેણે સ્પષ્ટતા કરી કે, 11 એપ્રિલે તેમનો માઇક્રોસોફ્ટમાં અંતિમ દિવસ રહેશે. રાજીનામાની સાથે તેણે કંપનીને ડિજિટલ હથિયારોની નિર્માતા ગણાવી છે. તેણે કહ્યું કેસ કંપનીની ક્લાઉડ સેવાઓ અને એઆઇ ટૅક્નોલૉજીના કારણે ઈઝરાયલની ઓટોમેટેડ અપાર્થેડ અને જનસંહાર મશીનરી મજબૂત બની છે. વાનિયાએ રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, આપણે કોને સશક્ત બનાવી રહ્યા છીએ. અત્યાચારીઓને... યુદ્ધ અપરાધીઓને? માઇક્રોસોફ્ટ હવે એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે. જે દેખરેખ, જાતિભેદ અને નરસંહારને તાકાત આપે છે. આ કંપનીનો હિસ્સો બની આપણે બધા પણ તેમાં ભાગીદાર બન્યા છીએ. ઉલ્લેખનીય છે, વાનિયા પહેલાં અગાઉ એક કર્મચારી ઈબ્તિહાલ અબૂસ્સાદે પણ માઇક્રોસોફ્ટના એઆઈ પ્રમુખ મુસ્તફા સુલેમાનને મંચ પર જ 'યુદ્ધના સોદાગર' કહ્યા હતા.