Breaking News :
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન

મ્યાનમારમાં ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો, હવે થાઈલેન્ડમાં ફસાયા

October 30, 2025

થાઇલેન્ડમાં હાલમાં લગભગ 500 ભારતીયો અટકાયતમાં છે. આ તમામની ત્યાની સરકારે ધરપકડ કરી છે, કારણ કે તેઓ જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને મ્યાનમારથી થાઇલેન્ડ આવ્યા છે. અજાણતાં, આ બધા લોકો મ્યાનમારના કેકે પાર્કમાં ચાલી રહેલા એક ચીની સાયબર ક્રાઇમ નેક્સસનો ભાગ બની ગયા હતા, જે રેકેટ ચીનનું માફિયા ચલાવે છે.

ગયા અઠવાડિયે, મ્યાનમારની મિલિટરી જુન્ટાએ સાયબર ક્રાઇમ થતી જગ્યા પર દરોડો પાડ્યો. આનો ફાયદો ઉઠાવીને, જબરદસ્તીથી કામ કરાવવામાં આવતા લગભગ 700 લોકો ભાગી નીકળ્યા, જેમાંથી લગભગ 500 લોકો ભારતીય છે. આ નાગરિકોને પાછા લાવવા માટે, ભારત સરકાર હાલમાં થાઇલેન્ડની સરકાર સાથે સંપર્કમાં છે.

ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, 'મંત્રાલય થાઇલેન્ડમાં અટકાયત કરાયેલા ભારતીયોની સ્થિતિથી વાકેફ છે. તેમને ઘરે પાછા લાવવા માટે MEA થાઇ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. અમને તે ભારતીય નાગરિકો વિશે જાણ છે, જેમની થાઇ અધિકારીઓએ અટકાયત કરી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મ્યાનમારથી થાઇલેન્ડમાં પ્રવેશ્યા હતા. થાઇલેન્ડમાં અમારું મિશન થાઇ અધિકારીઓ સાથે મળીને તેમની નાગરિકતા ચકાસવા અને થાઇલેન્ડમાં જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા બાદ તેમને પાછા મોકલવા માટે કામ કરી રહ્યું છે.'