ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો, અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર્સ
June 12, 2026
દિલ્હી : પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ચાલી રહેલી સૈન્ય નાકાબંધીના કારણે ભારતના ખાડી દેશોના પરંપરાગત ગેસ નિકાસકારો સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. જો કે, આ કટોકટીની વચ્ચે અમેરિકા(USA)થી ગેસની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. મે 2026ના મહિનામાં અમેરિકા ભારતને એલએનજી અને એલપીજીની સપ્લાય કરનારો દુનિયાનો સૌથી મોટો દેશ બનીને ઉભર્યો છે.
વૈશ્વિક અહેવાલો અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવ અને વ્યાપારી જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોમાંથી ભારત આવતી ગેસની ખેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી જ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. સીએનબીસી(CNBC)ના રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરિયાતનો 60% એલએનજી અને લગભગ આખો એલપીજી ગેસ આ જ હોર્મુઝના રસ્તેથી આયાત કરતું હતું. ઉલ્લેખનીય છે કે ભારત એલપીજીનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો, ક્રૂડ ઓઇલનો ત્રીજો અને એલએનજીનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ છે.
Related Articles
જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ
જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લ...
Jun 12, 2026
ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં ગજબ થઈ ગયું! સ્મૃતિ ઈરાનીનું નામ જ ગાયબ
ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં ગજબ થઈ ગયું...
Jun 12, 2026
3 ભારતીયના મોત મુદ્દે રાહુલનો આક્રોશ, કહ્યું મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે
3 ભારતીયના મોત મુદ્દે રાહુલનો આક્રોશ, કહ...
Jun 12, 2026
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM બળીને રાખ, રાજકીય કાવતરાની આશંકા
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં...
Jun 12, 2026
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ, UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેર...
Jun 11, 2026
PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્...
Jun 10, 2026
Trending NEWS
12 June, 2026
11 June, 2026
11 June, 2026
11 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026