ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
July 18, 2026
ભારતના સ્પેસ સેક્ટરમાં આજે (18મી જુલાઈ) એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ 'સ્કાયરૂટ એરોસ્પેસ' દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે 11:30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જો કે, લોન્ચિંગની બરાબર 5 મિનિટ પહેલા કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ (રોકી) દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂ કરાઈ હતી અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી.
સ્કાયરૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને 'મિશન આગમન' નામ આપવામાં આવ્યું છે. 'વિક્રમ-1' રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (લો અર્થ ઓર્બિટ) 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જોડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વ સ્પેસનો પેલોડ, ડીક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છે:
સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મોટો તફાવત હોય છે. સબ-ઓર્બિટલ રોકેટ માત્ર અવકાશની સરહદ સુધી પહોંચીને પૃથ્વી પર પાછું ફરે છે. જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહ (સેટેલાઇટ)ને એટલી પ્રચંડ ગતિ અને વેગ આપે છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈને સતત ચક્કર લગાવતો રહે છે.
વિક્રમ-1ની આ સફળતા સાથે જ, ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026