પર્યાવરણ અંગે ભારતની કથળેલી સ્થિતિ, 177 દેશોની યાદીમાં 176મા ક્રમે
August 02, 2026
દિલ્હી : આજના ઝડપથી બદલાતા યુગમાં આર્થિક પ્રગતિની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું એ વિશ્વના તમામ દેશો માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026ના અહેવાલે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય સ્વાસ્થ્ય અને આબોહવા પરિવર્તન અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે. યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સૂચકાંકમાં 177 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં એક તરફ યુરોપિયન દેશોએ ઉચ્ચ ક્રમાંક મેળવીને ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠતા સાબિત કરી છે, તો બીજી તરફ ભારત અને લાઓસ જેવા દેશો લિસ્ટમાં સૌથી નીચલા ક્રમે રહ્યા છે.
EPI એ ડેટા-આધારિત વૈશ્વિક બેન્ચમાર્ક છે, જે વર્ષ 2000માં શરૂ કરાયો હતો અને ત્યારથી દર 2 વર્ષે પ્રકાશિત થાય છે. આ અહેવાલ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને પેરિસ આબોહવા કરારના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં દેશો કેટલા નજીક છે તે માપે છે. EPI 2026ના અહેવાલમાં 177 દેશોનું મૂલ્યાંકન 12 મુખ્ય મુદ્દાઓ સાથે જોડાયેલા 47 પર્યાવરણીય સૂચકાંકોના આધારે કરવામાં આવ્યું છે. આ સૂચકાંકોને 3 મુખ્ય ઉદ્દેશ્યોમાં વહેંચવામાં આવ્યા છે. EPI 2026 માં ભારતનો એકંદર સ્કોર 100 માંથી માત્ર 22.46 રહ્યો છે, જેના કારણે ભારત 176મા ક્રમે (છેલ્લેથી બીજા ક્રમે) છે. લાઓસ 21.78 ના સ્કોર સાથે 177મા ક્રમે સૌથી છેલ્લે છે. દક્ષિણ એશિયાના 8 દેશોમાં પણ ભારત 7મા સ્થાને, સૌથી નીચલા ક્રમે આવે છે. મુખ્ય ક્ષેત્રોમાં ભારતનો સ્કોર અને રેન્કિંગ જોઈએ.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026