મે મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 21.88 અબજ ડોલર થઇ
June 17, 2025
મે મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 21.88 અબજ ડોલર થઇ છે જેનો આંકડો એપ્રિલ મહિનમાં 26.42 અબજ ડોલરની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મે મહિનાની ખાધનો આ આંકડો પાછલા વર્ષે મે મહિનાના 22.09 અબજ ડોલરની ખાધના આંકડા કરતાં પણ નીચો છે. મે મહિનામાં મર્ચેન્ડાઇઝની નિકાસ 2.2 ટકા ઘટીને 38.73 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાતનો આંકડો 1.76 ટકા ઘટીને 60.61 અબજ ડોલર થયો છે.
મે મહિનામાં જે ક્ષેત્રોએ નિકાસમાં સારો દેખાવ કર્યો છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, કેમિકલ્સ, ફાર્મા, રેડિમેડ ગાર્મેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ આંકડાની જાહેરાત કરતી વખતે કેન્દ્રિય વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક આયાતમાં જેમનો 75 ટકા હિસ્સો છે એવા છ ક્ષેત્ર પર ભારત ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ જ રાખશે.
દરમિયાન મે મહિનામાં સર્વિસ ક્ષેત્રના વેપારના આંકડા પર નજર કરીએ તો આ ક્ષેત્રની નિકાસ વધીને 32.29 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાત પણ વધીને 17.14 અબજ ડોલર થઇ છે. આમ સર્વિસ ક્ષેત્રે વેપારમાં 14.65 અબજ ડોલરની સરપ્લસ જોવા મળી છે. એપ્રિલથી મેના સમયગાળામાં ભારતની નિકાસ વધીને 77.19 અબજ ડોલર થઇ છે, જ્યારે આયાત વધીને 125.52 અબજ ડોલર થઇ છે.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026