કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
July 15, 2025
કૌલાલમ્પુર : અહીં મળી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસ.સી.ઓ)ની પરિષદમાં કેનેડાનાં વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું હતું કે, 'કેનેડા તેનાં આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો-પેસિફિક નીતિ વિષે પુનર્વિચારણા કરશે.'
ઉલ્લેખનીય છે કે કેનેડા જી-૭ દેશોનું પણ સભ્ય હોવા છતાં તેવા જ આંતરરાષ્ટ્રીય સંગઠનથી દૂર રહેતું હતું. વિશેષત: ઈન્ડો-પેસિફિક-ઓર્ગેનાઈઝેશન સાથે તો જાણે કે તેને કશી લેવા-દેવા જ ન હોય તેવું વર્તન રાખતું હતું, તેમાંએ તે સંગઠનના અગ્રીમ દેશ ભારતથી પણ દૂર રહેતું હતું તે પરિસ્થિતિ જસ્ટિન ટ્રુડો જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઉપસ્થિત થઈ હતી. તેમાંએ નિજ્જરની થયેલી હત્યા અને તેમાં ભારતની સંડોવણીની ટ્રુડો સરકારે દર્શાવેલી શંકા પછી તો ભારત-કેનેડા સંબંધો તંગ બની ગયા હતા.
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર પણ ભારે ટેરિફ લાદવાની વાત કરતાં કેનેડાએ અન્ય કોમનવેલ્થ કંટ્રીઝ સાથે વ્યાપાર સંબંધો વધારવાની શરૂઆત કરતાં ભારત સાથેના વ્યાપારી સંબંધો મહત્વના બની રહ્યા છે. તે દ્રષ્ટિએ કેનેડાનાં વિદેશમંત્રી અનીતા આનંદે ભારત સાથેના સંબંધો દ્રઢીભૂત કરવાની શરૂઆત કરી દીધી છે.
ભારત-વંશીય પંજાબી માતાપિતાના પુત્રી અનીતા આનંદ ઈન્ડો પેસિફિક વિસ્તારમાં ભારતનું મહત્વ બરોબર સમજે છે.
તેઓએ અહીં પત્રકારોને સંબોધતાં કહ્યું કે, 'ઈન્ડો પેસિફિક-રણનીતિ' ૨૦૨૨માં ઘડાઈ હતી. પરંતુ તે પછી ત્રણ જ વર્ષમાં વિશ્વમાં અનેકાનેક પરિવર્તનો આવ્યાં છે. તેથી મૂળ રણનીતિમાં પરિવર્તન કરવું અનિવાર્ય બની રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ દ્રષ્ટિએ જ અમારા વડાપ્રધાન માર્ક કાર્ની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત સંપર્કમાં જ રહે છે. કેનેડા ઈન્ડો પેસિફિક વિસ્તારનું અને તેમા ભારતનું મહત્વ બરોબર જાણે છે, ભારત અને કેનેડા વચ્ચે આર્થિક તેમજ સંરક્ષણ ક્ષેત્રે પણ સમજૂતી થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક સંપર્કો વધારાઈ રહ્યાં છે તેમ પણ અનીતા આનંદે કહ્યું હતું.
Related Articles
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતી...
May 01, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પ...
Apr 30, 2026
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈય...
Apr 17, 2026
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાની તૈયારીમાં, એક્સપ્રેસ એન્ટ્રીના 3 પ્રોગ્રામ બંધ થઈ શકે!
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાન...
Apr 16, 2026
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન કંપનીઓને નહીં મોકલે.
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો...
Apr 13, 2026
કેનેડાનું વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું
કેનેડાનું વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક...
Mar 23, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026