Breaking News :
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર કોમનવેલ્થ ગેમ્સ: પેરા પાવરલિફ્ટિંગમાં ઝાંડુ કુમારે જીત્યો બ્રોન્ઝ, આજે 5 રમતોમાં ભારતની કસોટી AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!

ઇન્ટરનેટ, મેટ્રો, રસ્તા... બધું બંધ કરાવ્યું પણ પેપરલીક બંધ ના કરાવી શક્યા: PM મોદી પર રાહુલ ગાંધીનો પ્રહાર

July 25, 2026

દિલ્હીના જંતર-મંતર પર NEET પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનને કાબૂમાં લેવા માટે સરકારે પાટનગરમાં કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે, જેમાં દિલ્હીના 18 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ સરકારની નીતિઓની સખત શબ્દોમાં ટીકા કરતા સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણય સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.

દિલ્હીમાં લાદવામાં આવેલા પ્રતિકૂળ નિયંત્રણો પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે સવાલોનો મારો ચલાવ્યો હતો.