ઈરાન પાસે હજુ પણ વાતચીતનો મોકો ઃ જે ડી વેન્સ
June 22, 2025

વોશિંગ્ટન ઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ ઈરાનની ત્રણ મોટી પરમાણુ સાઇટ્સ- ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન - પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પના અનુસાર, ફાઈટર વિમાનોએ ફોર્ટોને મુખ્ય રીતે નિશાન બનાવીને બોમ્બમારો કર્યો અને તમામ વિમાન સુરક્ષિત પરત ફરી ચૂક્યા છે. તેમણે આને અમેરિકન સૈન્ય શક્તિની મિસાલ ગણાવી અને કહ્યું કે, હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો, જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઇઝરાયલની સામે ચિંતાનો વિષય બનેલો છે. આ અમેરિકન હુમલા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહેલી પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન પર અમેરિકન હવાઈ હુમલા બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખુબ લાંબા સમય માટે પાછળ ધકેલી દીધો છે. અને આ કાર્યવાહી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓથી મળેલી મજબૂત સૂચનાઓના આધાર પર કરાઈ.
ઉપરાષ્ટ્રપતિ વેન્સે જણાવ્યું કે, ઈરાન પર હવાઈ હુમલો કરવાનો અંતિમ નિર્ણય બિલકુલ અંતિમ ક્ષણોમાં લેવાયો. અમેરિકાની આ કાર્યવાહીએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો ઈરાનમાં 'બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ' એટલે જમીની સેના મોકલવાનો કોઈ ઇરાદો નથી. અમેરિકા ઈરાન સાથે લાંબાગાળાના સમાધાન માટે વાતચીત કરવા ઈચ્છે છે, પરંતુ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર પણ છે. અમે ઈરાનમાં સત્તા પરિવર્તન નથી ઈચ્છતા. વેન્સે ભરોસો વ્યક્ત કર્યો કે આ સંઘર્ષ લાંબુ નહીં ચાલે અને તેને આગળ વધતુ રોકવામાં આવશે.
Related Articles
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-...
Jun 30, 2025
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુલ બિલ', ટ્રમ્પે ગણાવી રિપબ્લિકન પાર્ટીની જીત
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુ...
Jun 29, 2025
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમ...
Jun 29, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025