ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
August 07, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 160 દિવસથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાન એવું આયોજન કરી રહ્યું છે જેનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પર ખૂબ મોટો પ્રભાવ પડી શકે છે. ઈરાનની સરકાર એક એવી વ્યુહાત્મક યોજના બનાવી રહી છે. જેની મદદથી અમેરિકા, ઇઝરાયલ અને અન્ય દુશ્મન દેશોના તમામ વ્યાપારી તથા લશ્કરી જહાજો માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો દરિયાઈ માર્ગ કાયમી અથવા અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવે, જેથી શત્રુ દેશોને આર્થિક રીતે મોટો ફટકો આપી શકાય અને વૈશ્વિક બજારમાં દબાણ ઊભું કરી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનની એક પ્રમુખ સંસદીય સમિતિ હાલમાં આ મામલે એક ડ્રાફ્ટ બિલની સઘન સમીક્ષા કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ પ્રતિબંધિત દેશનું જહાજ આ નિયમનો ભંગ કરીને આ જળમાર્ગમાંથી પસાર થશે, તો તેના પર જહાજમાં લાદેલા કુલ કાર્ગોની કિંમતનો 20 ટકા સુધીનો તગડો દંડ વસૂલવામાં આવશે. સંસદ દ્વારા આ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે દેશના વિશિષ્ટ કાનૂની અને દરિયાઈ વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે. જે સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ યુદ્ધને શરૂ થયે લાંબો સમય વીતી ગયો છે, છતાં તેનો કોઈ રાજદ્વારી કે કાયમી ઉકેલ આવ્યો નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો દાવો કરતા હોય, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે આ લાંબી લડાઈના કારણે અમેરિકી સેના પાસે હથિયારો અને આવશ્યક સાધન-સામગ્રીની ભારી અછત વર્તાવા લાગી છે. આ જ મોટું કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા તરફથી ઈરાન વિરુદ્ધ કોઈ મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો નથી અને પરિસ્થિતિ સ્થિર છે.
વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ મેળવવા માટે ઈરાન અને ઓમાન વચ્ચે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહી છે. જેનાથી બંને દેશો વચ્ચે એક નવી સમજૂતી સ્થપાઈ રહી છે. બીજી તરફ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અડગ છે કે આ જળમાર્ગ તમામ દેશોના વેપાર માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેવો જોઈએ અને ત્યાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારની મનસ્વી રોક-ટોક કે ફી વસૂલવી જોઈએ નહીં. આ વૈશ્વિક ટ્રેડ રૂટ પર વર્ચસ્વની આ લડાઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026