ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
May 05, 2026
વર્ષ 1993માં મુંબઈ બ્લાસ્ટ પહેલાં ગોસાબારાના દરિયાકાંઠે મોટાપાયે વિસ્ફોટકો અને ઘાતક હથિયારો ઉતારવાના કાવતરામાં જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ આ 33 વર્ષ જૂના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાનથી મોકલાયેલા આરડીએક્સ અને હથિયારો ઉતારવાના આ કેસમાં સ્થાનિક અને આંતરરાજ્ય શખ્સો સામેનો ગુનો સાબિત થયો છે, જે આંતકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ગુજરાત સરકાર માટે મોટી સફળતા માનવામાં આવે છે.
આ કેસની તપાસમાં સાબિત થયું હતું કે બાબરી ધ્વંશનો બદલો લેવા માટે દુબઈમાં દાઉદ ઈબ્રાહીમના ઘરે આ કાવતરું ઘડાયું હતું અને પાકિસ્તાનની મદદથી તેને અંજામ આપવામાં આવ્યો હતો. 6 ડિસેમ્બર 1992 પછી દેશમાં અરાજકતા ફેલાવવા માટે દાઉદ ઈબ્રાહીમ અને મુસ્તુફા ડોસાએ જામનગર અને કચ્છના શખ્સોની મદદથી દરિયાઈ માર્ગે હથિયારો ઘુસાડ્યા હતા. કરાંચી નજીક પાકિસ્તાની મરીન સિક્યુરીટીની બોટમાંથી 'સદા અલ બહાર' નામની બોટ મારફતે 150 હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને આરડીએક્સ મેળવવામાં આવ્યું હતું. આ જથ્થો પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારીને ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યો હતો.
આ કેસમાં કુલ 46 આરોપીઓમાંથી 11ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા હતા અને 6 આરોપીઓને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બાકીના 29 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવ્યા બાદ અદાલતે ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંધાર, એહમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ મેમણ, ઈફતેખાર અંસારી, મહંમદ અયુબ, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઈસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખને દોષિત જાહેર કર્યા હતા. જોકે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ, ટાઇગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના 15 આરોપીઓને કોર્ટે હજુ પણ ભાગેડુ જાહેર રાખ્યા છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026