ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઇકોર્ટ માટે ડેડલાઇન નક્કી
May 29, 2026
જામીન અરજીઓ પર બીજા જ દિવસે નિર્ણય: જેલ સત્તાધીશોને તરત જાણ કરવી પડશે
ચુકાદાનું મુખ્ય કારણ 7 દિવસમાં વેબસાઇટ પર અપલોડ કરવું ફરજિયાત
દિલ્હી- દેશની અદાલતોમાં કેસોના નિકાલમાં થતી મોડી પ્રક્રિયા અને નિર્ણયો લેવામાં થતા વિલંબને રોકવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. લોકોને વહેલો ન્યાય મળે તે હેતુથી સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટ માટે કેટલાક કડક અને બંધનકર્તા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, હાઇકોર્ટે કોઈપણ કેસમાં સુરક્ષિત રાખેલો ફેંસલો વધુમાં વધુ 3 મહિનાની અંદર સંભળાવી દેવો પડશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને જામીનના મામલામાં પણ ખૂબ જ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જામીન સંબંધિત કેસોમાં બને ત્યાં સુધી સુનાવણીના બીજા જ દિવસે ચુકાદો આપી દેવો પડશે અને તે જ દિવસે જેલના અધિકારીઓને પણ તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, જે કેસોમાં આરોપીઓ પહેલેથી જ જેલમાં (અંડરટ્રાયલ) છે, તેમને જામીન મળ્યાના તે જ દિવસે અથવા તો વધુમાં વધુ તેના બીજા દિવસે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટને નિયમોના પાલન અંગે રિપોર્ટ સોંપવો પડશે.
સુપ્રીમ કોર્ટના નવા નિયમો પ્રમાણે, કોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર તેનો મુખ્ય નિર્ણય (ઓપરેટિવ પાર્ટ) જ તરત જાહેર કરવાનો રહેશે. જોકે, એ નિર્ણય કયા કારણે લેવાયો છે તેની પૂરી વિગતો 7 દિવસની અંદર કોર્ટની વેબસાઇટ પર મૂકવી ફરજિયાત રહેશે. આ સાથે જ, કયા કેસનો ચુકાદો કઈ તારીખથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે, તેની માહિતી પણ હાઇકોર્ટની વેબસાઇટ પર ચોક્કસપણે બતાવવી પડશે.
અદાલતોમાં ચુકાદાઓ ઓનલાઇન અપલોડ કરવામાં થતા અતિશય વિલંબને જોતાં સુપ્રીમ કોર્ટે કડક જોગવાઈ કરી છે. જો કોઈ જજ 3 મહિનામાં સુરક્ષિત રાખેલો ફેંસલો નહીં સંભળાવે, તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે મૂકશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ 2 અઠવાડિયાનો સમય આપી શકશે અને જો ત્યારપછી પણ નિર્ણય નહીં આવે તો એ કેસ સુનાવણી માટે બીજી બેન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026