વિયેતનામમાં કાજિકી વાવાઝોડાની દહેશત : શાળા-એરપોર્ટ બંધ, 5 લાખ લોકો પ્રભાવિત
August 25, 2025
વિયેતનામ આ વર્ષે સૌથી મોટા અને શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે. સાવચેતીના ભાગરૂપે હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા છે, શાળાઓમાં રજા આપવામાં આવી છે, લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વિયેતનામના હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું કાજિકી 166 કિમી પ્રતિ કલાક (103 માઈલ પ્રતિ કલાલ)ની સ્પીડે દેશના મધ્ય તટ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું સોમવારે બપોર સુધી તટથી અથડાતાં પહેલાં જ વધુ વેગવાન બનવાની ભીતિ છે.
વિયેતનામ સરકારે ગઈકાલે રવિવારે રાત્રે નિવેદન આપ્યું હતું કે, આ અત્યંત જોખમી અને ઝડપથી વધતું વાવાઝોડું છે. કાજિકી વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ, પૂર અને ભુસ્ખલનની ઘટના બની શકે છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, હાલ આ વાવાઝોડું કેન્દ્રીય તટથી લગભગ 150 કિમી દૂર હતું. અંદાજ છે કે, તેનું કેન્દ્ર સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યે આસપાસ થાન હોઆ અને ન્ગે આન પ્રાંત વચ્ચેના વિસ્તારમાં ટકરાશે.
દક્ષિણ ચીન સમુદ્રનો લાંબો દરિયાકિનારો હોવાથી વિયેતનામ ઘણીવાર જોખમી વાવાઝોડાનો ભોગ બને છે જે ઘાતક પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે. વિયેતનામ સરકારે જણાવ્યું હતું કે વાવાઝોડું કાજીકી ગયા વર્ષે આવેલા યાગી વાવાઝોડા જેટલું શક્તિશાળી હોઈ શકે છે, જેમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા અને 3.3 અબજ ડોલરની સંપત્તિને નુકસાન થયું હતું. અધિકારીઓએ રવિવારે (25 ઓગસ્ટ, 2025) જણાવ્યું હતું કે 50 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને તમામ બોટ તથા જહાજોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિયેતનામની સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર, થાન હોઆ અને ક્વાંગ બિન્હ પ્રાંતના બે એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. વિયેતનામ એરલાઇન્સ અને વિયેટજેટે આ વિસ્તારમાં જતી અને જતી ડઝનેક ફ્લાઇટ્સ રદ કરી છે. રવિવારે કાજીકી વાવાઝોડું ચીનના હૈનાન ટાપુના દક્ષિણ કિનારા પરથી પસાર થયું હતું, જેના કારણે સાન્યા શહેરમાં દુકાનો અને જાહેર પરિવહન બંધ કરવાની ફરજ પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ દરિયાકાંઠાના પ્રાંતોમાં લગભગ 3,25,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. તેમને શાળાઓ અને જાહેર ઇમારતોમાં સ્થાપિત રાહત કેન્દ્રોમાં રાખવામાં આવશે. રાષ્ટ્રીય એરલાઇન્સ વિયેતનામ એરલાઇન્સ અને વિયેટજેટે વાવાઝોડાના ભયને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે.
કૃષિ અને પર્યાવરણ મંત્રાલય હેઠળ કામ કરતા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ ચેતવણી આપી હતી કે, પરિસ્થિતિ અત્યંત જોખમી છે. કોઈપણ પ્રકારનું વાહન અથવા માળખું, જેમ કે પ્રવાસી બોટ, માછીમારી બોટ અને મત્સ્યઉદ્યોગ કેન્દ્રો આ વાવાઝોડામાં સલામત નથી. કાજીકી વાવાઝોડું આ વર્ષે વિયેતનામમાં ત્રાટકેલું પાંચમું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2025ના પ્રથમ સાત મહિનામાં કુદરતી આફતોમાં 100થી વધુ લોકો માર્યા અથવા ગુમ થયા છે અને દેશને 2.1 કરોડ ડોલરથી વધુનું આર્થિક નુકસાન થયું છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026