Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

કાજોલની સરઝમીન ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

July 01, 2025

મુંબઇ : કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'સરઝમીન' સીધી ઓટીટી પર રજૂ થવાની છે.  આ ફિલ્મ શરુ  કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી. તે મે ૨૦૨૫માં થિયેટરમાં આવશે તેવી અટકળો હતી.  જોકે,  નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે. આ ફિલ્મનું ટીઝર  રીલિઝ કરાતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ  બહુ સારી નહિ બની હોય એટલે જ સીધી ઓટીટીને વેચી દેવાઈ છે. બાકી કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન  જેવા કલાકારોની અને તે પણ કાશ્મીર હિંસા પરની ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ શકી હોત. ઈબ્રાહિમ અલી ખાનની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. અગાઉ તેની  'નાદાનિયાં' પણ ઓટીટી પર રીલિઝ થઈ હતી અને તેમાં તેની વાહિયાત એક્ટિંગની આકરી ટીકાઓ થઈ હતી.