રેસ્ટોરાંમાં 50 રૂપિયાનો જ વકરો થયાના નિવેદન માટે કંગના ટ્રોલ
September 20, 2025
મુંબઇ : કંગના રણૌત ફરી પોતાનાં નિવેદન માટે વિવાદમાં સપડાઈ છે. કુલ્લુ મનાલીમાં પૂરપ્રકોપનાં ત્રણ સપ્તાહ બાદ તે પોતાના મતવિસ્તારમાં ગઈ હતી. ત્યારે પૂરપીડિતોને આશ્વાસન આપવાને બદલે તેણે પોતાનાં જ દુઃખણાં રોવાનું ચાલુ કરી દીધું હતુું. કંગનાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તમે લોકો તમારી જ તકલીફોની વાત કરો છો પરંતુ મારી તકલીફ પણ સમજો. મારી રેસ્ટોરાંમાં હું મહિને ૧૫ લાખનો પગાર આપું છું પરંતુ મારે ૫૦ રુપિયાનો જ વકરો થયો છે. હું પણ સિંગલ વુમન છું. હું જાણે ઈંગ્લેન્ડની રાણી હોઉં તેવી રીતે મને સવાલો કરવાની જરુર નથી. કંગનાનો આ વિડીયો ભારે ટ્રોલ થયો હતો. અનેક લોકોએ લખ્યું હતું કે કંગના હજુ પણ પોતે જાણે સંસદસભ્ય પદનો એક ફિલ્મી રોલ જ કરી રહી હોય તેમ વર્તી રહી છે અને તેનામાં એક લોકપ્રતિનિધિ તરીકેની બિલકૂલ સંવેદના નથી. બીજી તરફ કંગના બહુ લાંબા સમય બાદ પૂરગ્રસ્તોની ખબર પૂછવા આવતાં તેની સામે કાળા વાવટા દેખાડાયા હતા અને કંગના ગો બેકના નારા પણ લાગ્યા હતા.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026