કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન
September 26, 2025
લદાખ : પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો સમાવેશ કરવાની માંગ સાથે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. હિંસામાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોનએ આંદોલન દરમિયાન મોતને ભેટલા લોકો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લદ્દાખના લોકો તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે.' સજ્જાદ લોને કહ્યું કે, 'હું કોઈ પણ શરત વગર સત્ય કહેવા માંગુ છું. અહીં જે કંઈ થઈ રહ્યું છે તે પોતાના જ કર્મોનું ફળ છે. જે વ્યક્તિ વિચાર્યા વિના સોદો કરે છે તેને પાછળથી પસ્તાવો થાય છે, તેવી જ રીતે દરેકને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે.
આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેનાથી તેઓ એવા ખરીદદાર બની ગયા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું ત્યારે પોતે ખુશ હતા એમ કહીને લોને પોતાની ખુશીનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, 'અનામતના નામે તેઓ (લદ્દાખના લોકો) અમારી નોકરીઓ લઈ લેશે. તેઓ અમને પરેશાન કરશે. વળી, તેઓ અમારા લોકોને લદ્દાખમાં કામ પણ નહીં કરવા દે. તેમની પાસે હિલ કાઉન્સિલ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર તરીકે અમારું તેમના પર કોઈ નિયંત્રણ જ નથી. લદ્દાખ એક ખૂબ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં ફક્ત ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક છે, તેમ છતાં લદ્દાખ સમસ્યા ઊભી કરનારું છે. કેન્દ્ર સરકાર લદ્દાખનો ઉપયોગ કાશ્મીરીઓને પરેશાન કરવા માટે કરે છે.'
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026