કેજરીવાલના પાપ હજુ ધોવાયા નથી, દિલ્હી BJPની પોસ્ટર વોર
February 27, 2026
દિલ્હી : રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મૂખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચૂકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે.
દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જોવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, આ નિચલી કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.’ આ ઉપરાંત દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, કોર્ટે સુનાવણી દરમિયાન પુરાવાઓ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તપાસ એજન્સીએ પુરાવાઓ નષ્ટ કરાયા હોવાનો વારંવાર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, નષ્ટ કરાયેલા કથિત મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા નથી. તેમણે સંકેત આપ્યો છે કે, તપાસ એજન્સી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવા પર વિચાર કરી શકે છે.’ સચદેવાએ લિકર પોલિસી મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, જો લિકર પોલિસી યોગ્ય હતી તો તપાસ શરૂ થતાની સાથે જ તે પોલિસી પરત કેમ ખેંચવામાં આવી? કોન્ટ્રાક્ટરોનું કમિશન 6 ટકાથી વધારીને 12 ટકા કેમ કરવામાં આવ્યું? બાય વન, ગેટ વન ફ્રી જેવી યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? આવા નિર્ણયોના કારણે સમાજ પર પ્રભાવ પડ્યો છે.
Related Articles
કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો ઃ કેજરીવાલનો મોદી પર પ્રહારો
કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો ઃ કેજર...
Feb 27, 2026
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી...
Feb 27, 2026
3 માર્ચે ભારતમાં દેખાશે 'ખગ્રાસ ચંદ્રગ્રહણ'નો અદભૂત નજારો, ગુજરાતમાં જોવા મળશે 'છાયા ગ્રહણ'
3 માર્ચે ભારતમાં દેખાશે 'ખગ્રાસ ચંદ્રગ્ર...
Feb 25, 2026
ઇઝરાયલે ભારતને બ્રહ્મોસ કરતાં ઝડપી ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ આપવાની ઑફર કરી
ઇઝરાયલે ભારતને બ્રહ્મોસ કરતાં ઝડપી ગોલ્ડ...
Feb 25, 2026
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ...
Feb 25, 2026
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હનને ગોળી મારી દીધી
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હન...
Feb 25, 2026
Trending NEWS
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026