લંડનમાં દેખાવો કરતાં હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા, બાંગ્લાદેશને કર્યું સમર્થન
December 28, 2025
લંડન ઃ બાંગ્લાદેશમાં તાજેતરમાં દીપુ ચંદ્ર દાસ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં લંડનમાં વસતા બાંગ્લાદેશી હિન્દુઓએ એકઠા થઈને દાખાવો કર્યો હતો. તેમની મુખ્ય માંગણીઓ હતી કે, દીપુ દાસના હત્યારાઓને તાત્કાલિક કડક સજા થાય. આશ્ચર્યજનક રીતે, જ્યારે હિન્દુઓ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે ખાલિસ્તાની સમર્થકોનું એક જૂથ ત્યાં પહોંચી ગયું હતું. આ જૂથ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારના બચાવમાં ઢાલ બનીને ઊભું રહ્યું હતું. ખાલિસ્તાનીઓએ હિન્દુ દેખાવકારોને ડરાવવાનો પ્રયાસ કર્યો અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને વણસતી જોઈ લંડન પોલીસે તુરંત દરમિયાનગીરી કરી બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી શાંતિ જાળવી હતી.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારત વિરોધી શક્તિઓ વચ્ચે વધતા જોડાણ તરફ ઈશારો કર્યો છે. 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) ના આતંકવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં જ અમેરિકાથી એક વીડિયો જાહેર કરીને બાંગ્લાદેશના ઉગ્રવાદીઓને ખુલ્લું સમર્થન આપ્યું હતું. હવે લંડનમાં ખાલિસ્તાનીઓનું બાંગ્લાદેશ સરકારના સમર્થનમાં ઉતરવું એ આ જોડાણને વધુ સ્પષ્ટ કરે છે.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારત વિરોધી શક્તિઓ વચ્ચે વધતા જોડાણ તરફ ઈશારો કર્યો છે. 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) ના આતંકવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં જ અમેરિકાથી એક વીડિયો જાહેર કરીને બાંગ્લાદેશના ઉગ્રવાદીઓને ખુલ્લું સમર્થન આપ્યું હતું. હવે લંડનમાં ખાલિસ્તાનીઓનું બાંગ્લાદેશ સરકારના સમર્થનમાં ઉતરવું એ આ જોડાણને વધુ સ્પષ્ટ કરે છે.
Related Articles
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર...
May 15, 2026
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે ધોલાઈ કરી, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે...
May 15, 2026
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને કાર્યરત કરવા પર ભાર
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ...
May 15, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું પત્તું કપાયું, વી.ડી. સતીશનને મળી સત્તા
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણ...
May 14, 2026
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભારતના આ રાજ્યમાં કુદરતે વિનાશ વેર્યો
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભા...
May 14, 2026