સિદ્ધારમૈયા રાજીનામાં પછી પણ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું 'વિશ લિસ્ટ'
May 29, 2026
સિદ્ધારમૈયાએ રાજ્યસભાની ઓફર ઠુકરાવી, કર્ણાટકના રાજકારણમાં જ રહેશે
દિલ્હી- કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સિદ્ધારમૈયાએ શુક્રવારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાની માગણીઓની એક યાદી રજૂ કરી છે. આ યાદીમાં ડિકે શિવકુમારના નેતૃત્વવાળી નવી કેબિનેટમાં તેમના પુત્ર યતીન્દ્ર માટે મહત્ત્વના મંત્રાલયની માગ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ રાજ્યસભા અને MLC નિમણૂકો માટેના નામોની યાદી સોંપવાની સાથે કેબિનેટ વિભાગો માટે પોતાની પસંદગીઓ પણ વ્યક્ત કરી છે.તેમણે પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા માટે તબીબી શિક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય ફાળવવા માટે દબાણ કર્યું છે. વૈકલ્પિક રીતે, તેમણે ઉદ્યોગ અથવા જળ સંસાધન મંત્રાલયની પણ માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જળ સંસાધન મંત્રાલય અગાઉ ડિકે શિવકુમાર સંભાળતા હતા.
ડિકે શિવકુમારને સત્તા સોંપવાનો મામલો શાંત પડ્યા બાદ, હાઇકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને રાજ્યસભાની બેઠક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે. તેઓ કર્ણાટકના સ્થાનિક રાજકારણમાં જ રહેવા માંગે છે. ગુરુવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ટૂંક સમય બાદ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, "હું સક્રિય રાજકારણમાં જ રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. મને રાજ્યસભા વિશે પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી છે. હું કર્ણાટકના રાજકારણમાં જ રહેવા માંગુ છું."
Related Articles
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્મ...
May 29, 2026
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઇકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઇકોર...
May 29, 2026
પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ
પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસ...
May 29, 2026
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઇકોર્ટ માટે ડેડલાઇન નક્કી
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કો...
May 29, 2026
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું સિસ્ટમ નિષ્ફળ ગઈ છે
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂ...
May 29, 2026
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની તૈયારી : વિધાનસભામાં બિલ રજૂ થતાં રાજકીય ગરમાવો
ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિ...
May 25, 2026
Trending NEWS
27 May, 2026
25 May, 2026