કડી: મેવાણીના AAP ઉમેદવાર સાથેના ફોટો વાઈરલ થતા રાજકીય ગરમાવો
June 01, 2025

કડી : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)એ આ બેઠકો જીતવા કમર કસી છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના કેટલાક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને "ફૂટેલી કારતૂસો"ને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી છે. આ વિવાદ વચ્ચે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિજ્ઞેશ મેવાણીની તસવીરો વાઈરલ થતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
કડી વિધાનસભા બેઠક પરના AAPના ઉમેદવાર જગદીશ ચાવડા અને યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એકબીજાના પરિચિત છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે, જે મંચની સ્થાપના મેવાણીએ વર્ષ 2016માં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીએ પોતાના 'X' એકાઉન્ટ પર "ફૂટેલી કારતૂસો"ને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી તેના બીજા જ દિવસે જગદીશ ચાવડા સાથેની તેમની તસવીરો વાઈરલ થતાં રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. આ તસવીરો જાણીજોઈને વાઈરલ કરવામાં આવી છે કે કેમ તે મોટો સવાલ છે. આ ઉપરાંત, એક અન્ય ચર્ચા પણ જોર પકડી રહી છે કે શું કડી વિધાનસભા બેઠક પર AAPના ઉમેદવાર જગદીશ ચાવડા હશે તેવી શક્યતાને કારણે જ મેવાણીએ કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી નહોતી?
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ નેતાઓ વચ્ચેનો રાજકીય જંગ હવે ખુલ્લો પડ્યો છે. મેવાણીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'હવે તો, બીજા પક્ષના નેતાઓ પણ કહી રહ્યાં છે કે, તમારા પક્ષમાં તો નરી ફૂટેલી કારતૂસો જ છે. કાઢોને કોની રાહ જુઓ છો. ભાજપની બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારાં અને લગ્નના ઘોડા, આ બધાને કોંગ્રેસમાંથી કાઢવામાં દુ:ખે છે. ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો.' મેવાણીના આ નિવેદનો અને AAP ઉમેદવાર સાથેની તેમની તસવીરો વાઈરલ થતાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી વધુ સ્પષ્ટ થઈ છે. પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આ પ્રકારનો વિખવાદ પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં આ રાજકીય ગતિવિધિઓ કયો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.
Related Articles
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં...
Jul 01, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડે...
Jul 01, 2025
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચારી દબાયા, એકનું મોત
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડત...
Jul 01, 2025
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025