કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય
May 01, 2026
ટોરોન્ટો : કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરતાં PR પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદવારો માટે નવા નિયમો લાગુ કર્યા છે. એનાથી ભારતીયો પર મોટી અસર જોવા મળશે. નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (NSNP) હેઠળ હવે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ અનિશ્ચિત સમય સુધી માન્ય નહીં રહે, પરંતુ તેની માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે PR મળવાના ચાન્સ પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે.
નોવા સ્કોટિયા પ્રાંત દ્વારા 27 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, 1 મે 2026થી દાખલ કરવામાં આવતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. તેનો અર્થ એ છે કે જો કોઈ ઉમેદવારને એક વર્ષની અંદર પસંદ કરવામાં નહીં આવે, તો તેની પ્રોફાઇલ આપમેળે સમાપ્ત થઈ જશે અને તેને ફરીથી નવી EOI દાખલ કરવી પડશે. અગાઉ ઉમેદવારોની પ્રોફાઇલ સમય મર્યાદા વગર પૂલમાં રહી શકતી હતી, જેના કારણે ઘણા જૂની ફાઇલને પણ ચાન્સ મળતો હતો. જાણવા જેવી વાત એ છે કે PR માટે પહેલા ઉમેદવારની EOI પ્રોફાઇલ બનાવવામાં આવે છે. ત્યારબાદ સ્કોર, શિક્ષણ સહિતના તમામ માપદંડ પૂર્ણ થયા પછી સરકાર તરફથી PR માટે આમંત્રણ મળે છે. ત્યાર પછી ઉમેદવાર આમંત્રણ સ્વીકારીને તમામ જરૂરી દસ્તાવેજો મોકલે છે.
નવા નિયમો સાથે સરકારે પહેલાથી હાજર પ્રોફાઇલ માટે પણ નવી વ્યવસ્થા નક્કી કરી છે. જેમણે 1 મે 2024 પહેલાં પોતાની EOI દાખલ કરી હતી, તેમની તમામ પ્રોફાઇલ 1 મે 2026ના રોજ બંધ કરી દેવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રોફાઇલ બંધ થવું એ અરજી નકારી કાઢવામાં આવી હોવાના સમાન નથી. જો આવા ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં રહેવા માંગતા હોય, તો તેમને નવી લાયકાત મુજબ ફરીથી EOI દાખલ કરવી પડશે.
જેઓએ 1 મે 2024થી 30 એપ્રિલ 2026 વચ્ચે EOI દાખલ કરી છે, તેમને થોડી રાહત આપવામાં આવી છે. આવી પ્રોફાઇલ 30 એપ્રિલ 2027 સુધી માન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન જો તેઓ પસંદ થાય છે તો તેઓ આગળની પ્રક્રિયામાં જોડાઈ શકે છે, પરંતુ જો સમયસર પસંદગી નહીં થાય તો તેમને નવી પ્રોફાઇલ બનાવવી પડશે.
Related Articles
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પ...
Aug 27, 2026
Trending NEWS
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026