ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
April 06, 2026
ચંદીગઢ: પંજાબના પાટનગર ચંદીગઢમાં ભાજપ મુખ્યાલય બહાર થયેલા બ્લાસ્ટના માત્ર પાંચ દિવસ બાદ જ આજે ચંદીગઢ અને જાલંધરની અનેક શાળાઓ તથા સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ મળતા જ સમગ્ર પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના ગાંધી ભવનમાં રાત્રે ગ્રેનેડ હુમલો કરવાની વાત કહેવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ધમકીભર્યા સંદેશામાં પંજાબને 'ખાલિસ્તાન' બનાવવાની ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, તમારા બાળકોને બચાવી લો, પંજાબ હવે ખાલિસ્તાન બનશે. ધમકી આપનારે ખાલિસ્તાન નેશનલ આર્મીનું સરનામું વાપરીને શાળાઓમાં નિર્ધારિત સમયે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત બંધ કરવા અને અલગતાવાદી સૂત્રોચ્ચારો શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ ઈમેલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બ અથવા ગ્રેનેડ હુમલામાં કેજરીવાલ અને ભગવંત માનને પણ ઠોકી દેવામાં આવશે. આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ આતંકીઓના નિશાન પર હોવાનું જણાવાયું છે. અમૃતસરમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ૧૪ એપ્રિલના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026