ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત
May 04, 2026
બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે.
શુભેન્દુએ મમતાને 15,114 મતોથી હરાવ્યા
ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં રસાકસી જોવા મળી રહી હતી. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સતત સમીકરણો બદલાતા હતા. જોકે, છેલ્લા કેટલાક રાઉન્ડમાં શુભેન્દુ અધિકારીની સરસાઈ સતત વધતી ગઈ અને અંતે તેમણે 15,114 મતોની સરસાઈ મેળવીને મમતા બેનર્જીનો પરાજય નિશ્ચિત કર્યો હતો. શુભેન્દુને 73,463 તો મમતા બેનરજીને 58,350 મતો મળ્યા છે. જે બેઠક પરથી મમતા બેનર્જી અજેય ગણાતા હતા, ત્યાં જ ભાજપે ગાબડું પાડીને 'દીદી' ને સત્તાની બહારનો રસ્તો બતાવ્યો છે.
નંદીગ્રામ બેઠક પરથી પણ શુભેન્દુ અધિકારની જીત
ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે નંદીગ્રામ બેઠક પર 10200 મતોથી ચૂંટણી જીતી લીધી છે. નંદીગ્રામના BJP ઉમેદવાર શુભેન્દુને 1,27,301 મતો, તો TMCના ઉમેદવાર પવિત્ર કરને 1,17,636 મતો મળ્યા છે, એટલે કે શુભેન્દુને આ બેઠક પર જોરદાર ટક્કરનો સામનો કરવો પડ્યો છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026